Croma Everything Apple Sale શરૂ: iPhone 16 ₹35,991માં, MacBook Air M4 ₹59,320માં – આજે જ ચેક કરો ઓફર

By Jay Vatukiya

Published on:

Everything Apple Sale
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Everything Apple Sale : હાલો મિત્રો શું તમે Apple પ્રોડક્ટ્સ ખરીદવા ઇચ્છો છો તો તમારા માટે મોટી ખુશખબર આવી છે. દેશની જાણીતી રિટેલ ચેઇન Croma દ્વારા “Everything Apple Sale” શરૂ કરવામાં આવી છે, જેમાં iPhone, MacBook, iPad, Apple Watch અને Apple ની અન્ય પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને iPhone 16 માત્ર ₹35,991 થી અને MacBook Air M4 માત્ર ₹59,320થી ઉપલબ્ધ છે.

આ સેલ Apple ચાહકો માટે એક મોટી તક સાબિત થઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે Apple પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળતા નથી.

Everything Apple Sale

ટાટાની માલિકીની ઇલેક્ટ્રોનિક્સ રિટેલર Croma એ જાહેરાત કરી છે કે તેનો Everything Apple Sale અત્યારે લાઇવ છે અને 8 માર્ચ સુધી ચાલુ રહેશે.

કોલેજ કરતા વિદ્યાર્થીઓથી લઈને બિઝનેસમેન જેવો પોતાના સ્માર્ટફોન બદલવા માગતાં હોય અથવા iPhones અને MacBooks ખરીદવા માંગતા હોય તો આ સેલ તમારા માટે સોનેરી તક છે. આ ઉપરાંત, HDFC TATA Neu કાર્ડધારકોને 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. Everything Apple Sale ભાગ રૂપે, Croma કહે છે કે રસ ધરાવતા ખરીદદારો iPhone 16 ના બેઝ વેરિઅન્ટને 35,991 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકશે, જે 128GB સ્ટોરેજ સાથે આવે છે.

Croma કહે છે કે આ ઓફરનો લાભ લેવા માટે, ખરીદદારો પાસે તેમના જૂના સ્માર્ટફોનને ₹16,000 સુધી એક્સચેન્જ કરવાનો વિકલ્પ હશે અને ₹6,000 સુધીનો વધારાનો એક્સચેન્જ બોનસ પણ મળશે. ખરીદદારોને ₹15,000 સુધીના ડિસ્કાઉન્ટ કૂપન અને ₹3,999 સુધીના ટાટા ન્યૂ સિક્કા પણ મળશે.

iPhone 16 પર ખાસ ઓફર – શું છે ખાસ?

Appleનું નવો સ્માર્ટફોન iPhone 16 તેના પ્રીમિયમ ડિઝાઇન અને શક્તિશાળી પરફોર્મન્સ માટે ચર્ચામાં છે. Croma સેલ દરમિયાન આ ફોન પર સીધો ભાવ ઘટાડો, બેંક ઓફર અને એક્સચેન્જ બોનસ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનમાં તમને 6.1 ઇંચ Super Retina XDR Display, A18 Bionic ચિપસેટ (ઝડપી અને સ્મૂથ પરફોર્મન્સ), 48MP પ્રાઈમરી કેમેરા, iOS 18 સપોર્ટ અને મોટી બેટરી જેવા મુખ્ય ફીચર્સ આપવામાં આવ્યા છે. ₹35,991નો ભાવ એક્સચેન્જ ઓફર અને પસંદગીના બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ બાદ મળી શકે છે. એટલે ખરીદી કરતા પહેલા ઓફરની શરતો ચોક્કસ તપાસવી જરૂરી છે.

MacBook Air M4 – પાવરફુલ પરફોર્મન્સ સાથે સસ્તું MacBook

Appleએ તાજેતરમાં M4 ચિપ સાથે MacBook Air લોન્ચ કર્યું છે. આ લૅપટોપ ખાસ કરીને વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખૂબ ઉપયોગી છે. Croma સેલ દરમિયાન MacBook Air M4 માત્ર ₹59,320થી ઉપલબ્ધ છે (ચોક્કસ બેંક ઓફર અને એક્સચેન્જ સાથે). આ MacBook Air M4 માં તેમને Apple M4 ચિપ (ઉચ્ચ ગતિ અને ઓછી પાવર વપરાશ), 13.6 ઇંચ Liquid Retina Display, 18 કલાક સુધીની બેટરી લાઈફ, macOS નું લેટેસ્ટ વર્ઝન સાથે પાતળું અને હલકું ડિઝાઇન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ભાવ સામાન્ય બજાર કિંમત કરતાં ઘણો ઓછો છે, જે Apple યુઝર્સ માટે આકર્ષક બની શકે છે.

અન્ય Apple પ્રોડક્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ

Everything Apple Sale દરમિયાન તમને iPad Air, Apple Watch Series 9 અને AirPods Pro જેવા પ્રોડક્ટ્સ પર ઓફર મળી શકે છે. કેટલાક પ્રોડક્ટ્સ પર નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઓફર અને કેશબેક પણ ઉપલબ્ધ છે.

શું આ ડીલ ખરેખર ફાયદાકારક છે?

જો તમે લાંબા સમયથી iPhone અથવા MacBook ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા, તો Everything Apple Sale એક સારી તક બની શકે છે. Apple પ્રોડક્ટ્સ સામાન્ય રીતે લાંબા સમય સુધી અપડેટ અને રીસેલ વેલ્યુ જાળવી રાખે છે. પરંતુ ધ્યાન રાખો કે ₹35,991 અને ₹59,320 જેવા ભાવ બેંક ઓફર અને એક્સચેન્જ સાથે લાગુ પડે છે. સીધો MRP પર ડિસ્કાઉન્ટ અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો : Upcoming Smartphone in February 2026 : इस महीने लॉन्च होंगे सबसे पावरफुल फोन, पूरी लिस्ट देखें

નિષ્કર્ષ

Croma Everything Apple Sale Apple પ્રેમીઓ માટે એક સુવર્ણ તક છે. iPhone 16 માત્ર ₹35,991થી અને MacBook Air M4 માત્ર ₹59,320થી મળતા હોવાના કારણે આ ઓફર ખૂબ જ આકર્ષક બની છે.
જો તમે અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સેલનો લાભ લઈ શકો છો. જોકે ખરીદી કરતા પહેલા ઓફરની શરતો, બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ વેલ્યુ ચોક્કસ તપાસવી જોઈએ.

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

Q.1: iPhone 16 ખરેખર ₹35,991માં મળશે?
Ans: આ ભાવ બેંક ઓફર અને એક્સચેન્જ બોનસ સાથે લાગુ પડે છે.

Q.2: MacBook Air M4 પર EMI વિકલ્પ છે?
Ans: હા, પસંદગીના બેંક કાર્ડ પર No Cost EMI ઉપલબ્ધ છે.

Q.3: સેલ કેટલા દિવસ માટે છે?
Ans: સેલ 8 માર્ચ સુધી છે.

Q.4: ઓનલાઈન અને સ્ટોર બંનેમાં ઓફર એકસરખી છે?
Ans: સામાન્ય રીતે ઓફર સમાન હોય છે, પરંતુ કેટલીક સ્ટોર-સ્પેસિફિક ઓફર અલગ હોઈ શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment